android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
India US Trade Deal News: આ પગલું ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશેઃ Piyush Goyal

calendar_todayFebruary 3, 2026

India US Trade Deal News: આ પગલું ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશેઃ Piyush Goyal


ટ્રેડ ડીલના કારણે ભારતવાસીઓને રોજગારની તક ઉપલબ્ધ થશેઃ પીયૂષ ગોયેલ

પીયૂષ ગોયલનું મોટું નિવેદન

ટ્રેડ ડીલ પર વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયેલે માહિતી આપી હતી. આ ટ્રેડ ડીલના કારણે ભારતને ભવિષ્યમાં સારો ફાયદો થશે. દેશ હિતને ધ્યાનમાં રાખીને ટ્રેડ ડીલ કરાઇ છે. ભારત-અમેરિકાના મેગા-ડીલથી દેશનો ચહેરો બદલાઈ જશે. પીયૂષ ગોયેલે વધુમાં કહ્યુ હતુ કે, આ ડીલ પર પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અમેરિકાના વેપાર સોદા પર નિવેદન આપતા કહ્યુ હતુ કે, આ સોદો ઐતિહાસિક છે.

ભારતના મજબૂત ભવિષ્યમાં ઉમેરોઃ પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત અમેરિકાના વેપાર સોદાને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે આ પગલું ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને દેશના નાગરિકો માટે અસંખ્ય તકો લાવશે. ભારતના મજબૂત ભવિષ્યમાં ઉમેરો કરતો આ સોદો ગઈકાલે રાત્રે પૂર્ણ થયો હતો. ભારત અને અમેરિકાએ મોટા વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, અમેરિકાએ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે.

ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશેઃ પીયૂષ ગોયલ

ભારત અને અમેરિકાએ મોટા વેપાર કરાર મામલે બન્ને દેશનો જલદી જ સંયુક્ત નિવેદન બહાર આવશે. પીયૂષ ગોયલે વધુમાં કહ્યુ હતુ કે, આ ડીલના કારણે MSME સેક્ટરમાં ઘણા ફાયદા થશે. તેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર કરારથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તેમણે 1.4 અબજ ભારતીયોને અભિનંદન આપ્યા અને આ કરાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો.

આ પણ વાંચોઃ  'ગાઝા પીસ ઓફ બોર્ડ'ની રચના વચ્ચે પેલેસ્ટાઇનમાં રાજકીય જાહેરાત, 1 નવેમ્બરે યોજાશે ચૂંટણી