android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Indian railway news : 1લી જાન્યુઆરીથી Ahmedabadથી આવતી જતી અનેક ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, આ રહ્યું સમય પત્રક

calendar_todayJanuary 1, 2026

Indian railway news : 1લી જાન્યુઆરીથી Ahmedabadથી આવતી જતી અનેક ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, આ રહ્યું સમય પત્રક

અમદાવાદ ડિવિઝનથી જતી 85 ટ્રેનોની ગતિ વધારી દેવામાં આવી છે. સાથે જ 23 ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઇને 40 મિનિટ સુધીનો સુધારો કરવામા આવ્યો છે. એટલે કે જે ટ્રેનો તેના સમય કરતા મોડી આવતી હતી તે તેના નિર્ધારિત સમય પ્રમાણે જ સ્ટેશન પર આવશે.

ટ્રેનો તેના સમય કરતા 5 થી 40 મિનિટ સુધી વહેલી આવશે

અમદાવાદ ડિવિઝન પર આ સમય દરમિયાન અલગ અલગ સ્ટેશનો પર 110 ટ્રેનોનો સમય પ્રિપોન કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રેનો તેના સમય કરતા 5 થી 40 મિનિટ સુધી વહેલી આવશે. આ સિવાય 57 એવી ટ્રેનો છે જે તેના સમય કરતા 5 મિનિટથી લઇન 40 મિનિટ સુધી લેટ આવશે.

અલગ અલગ સ્ટેશનો પરનો સમય બદલાયો

અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઉંજા, સિદ્ધપુર, ગાંધીનગર,કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધાંગધ્રા, સામાખ્યાળી, ભૂજ સહિતના અન્ય સ્ટેશનોના સમયમાં બદલાવ થશે, જેમાં આ ટ્રેનો પોતાના સમય કરતા વહેલા અથવા થોડી લેટ પહોચશે.

આવન જાવનમાં ફેરફાર કરેલી ટ્રેનોનું લિસ્ટ

1. 12932 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 5.50 ની જગ્યાએ 5.45 ઉપડશે.
2.22962 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી 6.10ની જગ્યાએ 6.05 કલાકે ઉપડશે.
3.19316 અસારવા ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ અસારવાથી 14.25 ની જગ્યાએ 14.10 કલાકે ઉપડશે.
4. 12982 અસારવા જયપુર એક્સપ્રેસ અસારવાથી 20.00ની જગ્યાએ 19.55 કલાકે ઉપડશે.
5.69249 સાબરમતી કટોસન રોડ મેમૂ સાબરમતીથી 06.45ની જગ્યાએ 6.30 કલાકે ઉપડશે.
6. 79435 સાબરમતી પાટણ ડેમૂ સાબરમતીથી 09.05 ની જગ્યાએ 09.00 કલાકે ઉપડશે.
7. 20492 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 22.15ની જગ્યાએ 22.05 એ ઉપડશે.
8. 15270 સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18.10ની જગ્યાએ 17.55 કલાકે ઉપડશે.
9. 79433 સાબરમતી પાટણ ડેમૂ સાબરમતીથી 18.20ની જગ્યાએ 18.05 કલાકે ઉપડશે.
10. 69207 ગાંધીનગર કેપિટલ વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 18.00 ની જગ્યાએ 17.50 કલાકે ઉપડશે.
11. 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 10.25ની જગ્યાએ 10.20 ઉપડશે.
12. 19411 ગાંધીનગર કેપિટલ દોલતપુર ચોક એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 10.05ની જગ્યાએ 10.00 કલાકે ઉપડશે.
13. 22484 ગાંધીધાં ભગતકી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 21.40 ની જગ્યાએ 21.30 કલાકે ઉપડશે.
14. 14894 પાલનપુર જોધપુર એક્સપ્રેસ પાલનપુરથી 4.35ની જગ્યાએ 4.30 કલાકે પ્રસ્થાન કરશે.
15. 82902 અમદાવાદ મુંબઇ સેન્ટ્રેલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 6.40ની જગ્યાએ 6.35 એ ઉપડશે.
મોડી ઉપડનારી ટ્રેનોનું લિસ્ટ
1. 12957 સાબરમતી નવી દિલ્હી સ્વર્ણજંયતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતીથી 19.10ની જગ્યાએ 19.20 કલાકે ઉપડશે.
2. 19145 સાબરમતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાબરમતીથી 20.55ની જગ્યાએ 21.35 કલાકે ઉપડશે.
3.78842 ભીલડી જોધપુર ડેમૂ ભીલડીથી 14.45ની જગ્યાએ 15.10 કલાકે ઉપડશે.
ટર્મિનલ સ્ટેશન પર સમય પહેલા આવતી ટ્રેનોનું લિસ્ટ
1.12901 દાદર અમદાવાદ ગુજરાત મેલ એક્સપ્રેસ અમદાવાર સ્ટેશન પર 5.50ની જગ્યાએ 5.40એ આવી જશે.
2.19315 ઇન્દોર અસારવા વીરભૂમિ એક્સપ્રેસ અસારવા પર 10.50ની જગ્યાએ 10.15 કલાકે આવી જશે.
3. 69249 સાબરમતી કટોસન રોડ મેમૂ કટોસન રોડ પર 8.05ની જગ્યાએ 7.45 કલાકે આવી જશે.
4. 69207 ગાંધીનગર કેપિટલ વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 20.50ની જગ્યાએ 20.30 કલાકે આવી જશે.