calendar_todayJanuary 1, 2026
Indian Railway News : Rajkot ડિવિઝને 125 ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, જાણીલો તમામ ટ્રેનોના આવન જાવનનો સમય
ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 1લી જાન્યુઆરી, 2026થી રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અનેક ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ નવા વર્ષથી એટલે કે 1લી જાન્યુઆરીથી ટ્રેનોના આવન જાવન પર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઓખા,હાપા અને રાજકોટથી આવતી જતી 100 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં 1 મિનિટથી લઇને 27 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રેનથી મુસાફરી કરતા લોકોએ ટ્રેનોનો નવો ટાઇમ જાણીને મુસાફરી કરવી.
આવન જાવન કરતી ટ્રેનોના સમયમાં ફેરફાર
આવન જાવન કરતી ટ્રેનોના સમય પત્રકની જો વાત કરીએ તો બિલાસપુર ઓખા એક્સપ્રેસ 22940 12 મિનિટ વહેલી આવશે. 16733 રામેશ્વરમ ઓખા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી આવશે. 22907 મડગાવ હાપા એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે. 20971 દિલ્હી સરાઇ રોહિલ્લા રાજકોટ એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે. 22923 બાન્દ્રા ટર્મિનસ જામનગર હમસફર 6 મિનિટ વહેલી આવશે. 12267 મુંબઇ સેન્ટ્રલ હાપા દૂરન્તો 5 મિનિટ વહેલી આવશે. 19566 દેહરાદૂન ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ તેના જૂના નિર્ધારિત સમય કરતા 12 મિનિટ વહેલી આવશે.
1 લી જાન્યુઆરી 2026થી રાજકોટ ડિવિઝનનું ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ
| ક્રમ | ટ્રેનનું નામ | જૂનો સમય | નવો સમય | કેટલા મિનિટ વહેલી આવશે
|
| 1. | 16733 રામેશ્વરમ ઓખા એક્સપ્રેસ | 5.19/5.29 | 4.59 /5.09 | 20 મિનિટ |
| 2. | 20819 પુરી ઓખા એક્સપ્રેસ | 5.02/ 5.12 | 4.47 /4.57 | 15 મિનિટ |
| 3. | 19566 દેહરાદૂન ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ | 7.32 /7.42 | 7.20/ 7.30 | 12 મિનિટ |
| 4. | 22907 મડગાંવ હાપા એક્સપ્રેસ | 8.2 /8.12... | 7.57 /8.07 | 5 મિનિટ |
| 5. | 20914 દિલ્હી સરાઇ રોહિલ્લા રાજકોટ એક્સપ્રેસ | 7.55 | 7.50 | 5 મિનિટ |
| 6. | 12267 મુંબઇ સેન્ટ્રલ હાપા દુરંતો | 8.35 /8.45 | 8.30/ 8.40 | 5 મિનિટ |
| 7. | 16334 તિરૂવનંતપુરમ વેરાવળ એક્સપ્રેસ | 11.07/ 11.17 | 11.00 /11.10 | 7 મિનિટ |
| 8. | 16338 એર્નાકુલમ ઓખા એક્સપ્રેસ | 11.07 /11.17 | 11.00 /11.10 | 7 મિનિટ |
| 9. | 22923 બાન્દ્રા ટર્મિનસ જામનદર હમસફર | 12.02 /12.12 | 11.56/ 12.06 | 6 મિનિટ |
આ સિવાય 22940 બિલાસપુર ઓખા એક્સપ્રેસ 13.42 /13.52 13.30 /13.40 12 મિનિટ , 19756 નાથદ્વારા ઓખા એક્સપ્રેસ 13.42 /13.52 13.30/ 13.40 12 મિનિટ, 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જામનગર એક્સપ્રેસ 16.47 /16.52 16.15/ 16.25 27 મિનિટ, 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા હાપા એક્સપ્રેસ 16.47 /16.52 16.15/ 16.25 27 મિનિટ વહેલી આવશે.
જે ટ્રેનો મોડી આવવાની છે એ ટ્રેનો
આ સિવાય રાજકોટ ડિવિઝન પર આવનારી 6 ટ્રેનોના સમયમાં પણ ફેરફાર છે. જે પોતાના નિયત સમય કરતા 5 મિનિટ મોડી આવશે.જેમાં 59562 પોરબંર રાજકોટ લોકલ 18.55 ની જગ્યાએ 19.00 કલાકે આવશે.16734 ઓખા રામેશ્વર એક્સપ્રેસ 13.15 આવશે 13.25 એ ઉપડશે.22905 ઓખા શાલીમાર એક્સપ્રેસ,12905 પોરબંદર શાલીમાર એક્સપ્રેસ, 12949 પોરબંદર સાંતરાગાછી એક્સપ્રેસ આ સિવાય 59562 પોરબંદર રાજકોટ લોકલ પણ 56 મિનિટ લેટ આવશે.