android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Indian Railways Holi Special Trains: રેલ્વેની 'હોળી ગિફ્ટ', 1200થી વધુ સ્પેશિયલ ટ્રેનો, વેઇટિંગ લિસ્ટની ઝંઝટમાંથી મુક્તિ

calendar_todayFebruary 26, 2026

Indian Railways Holi Special Trains: રેલ્વેની 'હોળી ગિફ્ટ', 1200થી વધુ સ્પેશિયલ ટ્રેનો, વેઇટિંગ લિસ્ટની ઝંઝટમાંથી મુક્તિ

હોળીનો તહેવાર નજીક આવતા જ ભારતીય રેલ્વેએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે. તહેવારોના સમયે ટ્રેનોમાં જોવા મળતી ભારે ભીડ અને 'નો રૂમ' જેવી સ્થિતિને નિવારવા માટે રેલ્વે મંત્રાલયે આ વર્ષે અભૂતપૂર્વ આયોજન કર્યું છે. સમગ્ર દેશમાં 1244 જેટલી હોળી સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 18 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે.

ટ્રેનો ક્યાંથી ક્યા સુધી જશે?

આ ટ્રેનોનું નેટવર્ક એટલું વ્યાપક છે કે તે દેશના લગભગ તમામ મોટા શહેરોને ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ગામડાઓ સાથે જોડશે.

ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો માટે: અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈથી ઉપડતી ટ્રેનો સીધી કાનપુર, વારાણસી, ગોરખપુર અને દરભંગા જેવા શહેરો સુધી જશે. જે રત્નગિરી કે કોંકણ તરફ જવા માંગતા હોય તેમના માટે પણ વિશેષ વ્યવસ્થા છે.

દિલ્હી અને પૂર્વીય ક્ષેત્ર: આનંદ વિહાર અને નવી દિલ્હીથી બિહાર-ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં વધારાના કોચ અને સ્પેશિયલ ફેરીઓ મુકવામાં આવી છે.

દક્ષિણ અને મધ્ય ભારત: બેંગલુરુ, ચેન્નાઈ અને સિકંદરાબાદથી અજમેર, જયપુર અને પટના જવા માટે હવે મુસાફરોએ નિયમિત ટ્રેનો પર નિર્ભર રહેવું નહીં પડે.

ભીડ પર નિયંત્રણ અને સલામતી

રેલ્વે મંત્રાલય માત્ર ટ્રેનો વધારીને અટક્યું નથી, પરંતુ સ્ટેશનો પર મુસાફરોની સલામતી માટે વધારાના RPF જવાનો અને સ્ટેશન સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે. ભીડને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેલ્વેના એક અધિકારીના જણાવ્યા મુજબ, જો જરૂર પડશે તો ૧૮ માર્ચ પછી પણ ટ્રેનોની સંખ્યા વધારીને 1500 સુધી લઈ જવામાં આવશે.

કેવી રીતે બુકિંગ કરવું?

મુસાફરો IRCTCની વેબસાઇટ અથવા અધિકૃત મોબાઈલ એપ પર જઈને 'Holi Special' કેટેગરીમાં પોતાની મનપસંદ ટ્રેન શોધી શકે છે. વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવાથી કન્ફર્મ સીટ મળવાની શક્યતા વધુ છે.

આ પણ વાંચોઃ PM મોદીનો એક શબ્દ 'Am Yisrael Chai' અને આખું સંસદ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું, જાણો તેનો અર્થ