calendar_todayJanuary 8, 2026
International Kite Festival 2026: અમદાવાદમાં જામશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 50 દેશોના 135 પતંગબાજો આકાશ ગજવશે
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.12 જાન્યુઆરી 2026ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.