android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ISRO 12 જાન્યુઆરીએ લોન્ચ કરશે 'દિવ્ય દ્રષ્ટિ'વાળું સેટેલાઈટ, દુશ્મનો પર રહેજે બાજ નજર

calendar_todayJanuary 11, 2026

ISRO 12 જાન્યુઆરીએ લોન્ચ કરશે 'દિવ્ય દ્રષ્ટિ'વાળું સેટેલાઈટ, દુશ્મનો પર રહેજે બાજ નજર

ISRO 2026ની પોતાની પ્રથમ લોન્ચિંગની સાથે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આવતીકાલે 12 જાન્યુઆરીએ સવારે 10.17 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી PSLV-C62 રોકેટ લોન્ચ કરવામાં આવશે. આ મિશનનું મુખ્ય પેલોડ DRDO દ્વારા વિકસિત EOS-N1 સેટેલાઈટ છે. જેને 'દિવ્ય દ્રષ્ટિ' કે હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ તરીકે ઓળખવામાં આવે છે.

મિશનમાં EOS-N1 સિવાય 14 અન્ય સહયાત્રી સેટેલાઈટ્સ પણ સામેલ

આ સેટેલાઈટ ના માત્ર પર્યાવરણીય દેખરેખમાં ક્રાંતિ લાવશે પણ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારતની ક્ષમતાઓને મજબૂત કરશે. તેનાથી પાકિસ્તાનના આતંકવાદીઓને છુપાવવાના પ્રયત્નો અને ચીનની સરહદ પરની યુક્તિઓ નિષ્ફળ બનાવી શકાશે. આ મિશનમાં EOS-N1 સિવાય 14 અન્ય સહયાત્રી સેટેલાઈટ્સ પણ સામેલ છે, જેમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોના સેટેલાઈટ્સ છે. જે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

આ મિશનથી શું થશે ફાયદો?

 PSLV-C62 PSLV રોકેટનું 64મું લોન્ચ છે. PSLV-DL વેરિએન્ટની 5મી ઉડાન છે. આ મિશન સન સિન્ક્રોન્સ ઓર્બિટમાં સેટેલાઈટસને તૈનાત કરશે, જ્યાં EOS-N1 અને અન્ય 14 સેટેલાઈટ્સ રાખવામાં આવશે. એક KID કેપ્સુલને રી-એન્ટ્રી ટ્રેઝેક્ટરીમાં મોકલવામાં આવશે. જણાવી દઈએ કે લોન્ચનું લાઈવ સ્ટ્રીમ ઈસરોની યૂટ્યૂબ ચેનલ પર સવારે 9.48 વાગ્યે શરૂ થશે. ઈસરોના ચેરમને લોન્ચ પહેલા તિરૂપતિ મંદિરમાં પૂજા-અર્ચના કરી, જે તેમની પરંપરાનો ભાગ છે. આ મિશન ઈસરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ગયા વર્ષે મે મહિનામાં PSLVની નિષ્ફળતા બાદ આ કમબેક મિશન છે.

શું છે રોકેટના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ?

PSLV ઈસરોનું સૌથી વિશ્વસનીય રોકેટ છે, જે મલ્ટીપલ સેટેલાઈટ્સને અલગ અલગ ઓર્બિટ્સમાં લોન્ચ કરવામાં સક્ષમ છે. આ 4 સ્ટેજવાળું રોકેટ છે, જે સોલિડ અને લિક્વિડ ફ્યૂલના કોમ્બિનેશનનો ઉપયોગ કરે છે. PSLV-C62 PSLV-DL વેરિએન્ટ છે, જેમાં બે સ્ટ્રેપ-ઓન બુસ્ટર્સ છે. તેની ઉંચાઈ 44.4 મીટર છે અને SSOમાં 1,750 કિલોગ્રામ પેલોડ કેપેસિટી છે.

મુખ્ય સેટેલાઈટ - EOS-N1 (અન્વેષા)

EOS-N1 જેને અન્વેષાના નામથી પણ ઓળખવામાં આવે છે. DRDO દ્વારા વિકસિત હાઈપરસ્પેક્ટ્રલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. જે 2020માં પ્લાન કરવામાં આવ્યું હતું પણ કોરોના મહામારીના કારણે તેમાં સમય લાગ્યો. તેનું 600 કિલોમીટર ઉંચાઈ પર સન સિંક્રોનસ ઓર્બિટ છે. હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ ઘણી સ્પેક્ટ્રલ બેન્ડસમાં ડેટા કેપ્ટર કરે છે. તેનું વજન આશરે 150-200 કિલોગ્રામ છે. તે 5-7 વર્ષ કામ કરી શકે છે. 

આ પણ વાંચો: Helicopter Emergency Landing In Jaipur: જયપુરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલ જતી વખતે સર્જાઈ ટેકનિકલ ખામી