calendar_todayJanuary 12, 2026
Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ AIIMSમાં દાખલ, અઠવાડિયામાં બે વખત થયા બેહોશ
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે તેઓ બે વાર બેહોશ થઈ ગયા હતા, જેના કારણે ડોકટરોએ સાવચેતીના પગલા તરીકે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને MRI સહિત વધુ પરીક્ષણોની ભલામણ કરી હતી.
સ્વાસ્થ્યની સમસ્યા
10 જાન્યુઆરીના રોજ ધનખડ બે વાર બેભાન થઈ ગયા હતા. તેઓ સોમવારે નિયમિત તપાસ માટે એઈમ્સ પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમની સ્થિતિ જોયા પછી તરત જ તેમને દાખલ કરવાનો નિર્ણય લીધો. આ પહેલી વાર નથી જ્યારે ધનખડને જાહેર જીવનમાં આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ તેઓ કચ્છનું રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં અનેક વખત જાહેર કાર્યક્રમો દરમિયાન બીમાર પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા.21 જુલાઇએ આપ્યુ હતું રાજીનામુ
જગદીપ ધનખડે ગયા વર્ષે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું, કારણ કે તેમની તબિયત ખરાબ હતી. રાજીનામામાં, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય તેમની પ્રાથમિકતા છે અને તેઓ તબીબી સલાહનું પાલન કરવા માટે તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા તેમના સત્તાવાર પત્રમાં ધનખડે લખ્યું હતું કે મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને મારા ડોક્ટરોની સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67(એ) હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી મારું રાજીનામું સુપરત કરું છું.
આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ