calendar_todayFebruary 22, 2026
Jam Khambhaliya News: રૂ.80 લાખના ખર્ચે બનેલો પાલિકાનો સ્વિમિંગ પૂલ આખરે શરૂ
જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા નિર્મિત આધુનિક સ્વિમિંગ પૂલ લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગાર્ડન પાસે આવેલા આ સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા રીબન કાપીને વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટની વિગતો અને ભાડાપટ્ટો
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા આશરે 80 લાખ રૂપિયાના ખર્ચે બે વર્ષ પહેલા આ સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, સંચાલન અને અન્ય પ્રક્રિયાઓને કારણે તે બંધ હાલતમાં હતો. હવે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મુંબઈની એક ખાનગી પાર્ટીને વાર્ષિક 1 લાખ રૂપિયાના ભાડા પટ્ટે આ પૂલ સોંપ્યો છે.
સામાન્ય જનતા માટેના દરો
શહેરના લોકો હવે ખૂબ જ નજીવા દરે આધુનિક સ્વિમિંગની મજા માણી શકશે. સ્વિમિંગ પૂલના સંચાલકો દ્વારા નક્કી કરાયેલા દર મુજબ એક કલાક માટે: રૂ.100, આખા દિવસ માટે રૂ.200. લાંબા સમય બાદ આ સુવિધા શરૂ થતા રમતગમત પ્રેમીઓ અને ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શહેરના વિકાસ અને લોકોના સ્વાસ્થ્ય માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો