calendar_todaySeptember 16, 2026
Jambusar: આમોદ નજીક ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં યુવકનું મોત
આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર- 64 ઉપર સૂડી પાટિયા પાસે બાઇક ચાલક યુવક ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
આમોદ તાલુકાના નિણમ ગામનો 21 વર્ષીય નિશાંત પીનાકીન પટેલ પોતાની બાઈક લઈને નોકરી અર્થે વિલાયત જી.આઈ.ડી.સી.તરફ્ જઈ રહ્યો હતો તે દરમિયાન સુડી ગામમાં પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 64 ઉપર ટ્રક ઉભી હતી.જે ટ્રક પાર્કિંગ લાઈટ વિના તેમજ ટ્રકની આસપાસ પૂરતી આડસ કે સુરક્ષા વ્યવસ્થા કર્યા વગર ઉભી રાખવામાં આવી હોવાથી બાઇક ચાલક ટ્રક સાથે ધડાકાભેર ભટકાયો હતો.જેમાં બાઇક ચાલક નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા.જોકે, તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો