android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jambusar ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત, મૃતક 20 તારીખે ઘરેથી ગુમ થયો હતો

calendar_todayJanuary 26, 2026

Jambusar ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત, મૃતક 20 તારીખે ઘરેથી ગુમ થયો હતો

જંબુસરના ખાનપુર રોડ પર આવેલી તલાવડીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે.

શોકની લાગણી ફેલાઈ

ગત 20 તારીખથી ઘરેથી ગુમ થયેલા યુવકની લાશ તલાવડીમાંથી મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ

મૃતકનું નામ કમલેશભાઈ મનુભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તાડિયા હનુમાન ફળીયા વિસ્તારના રહેવાસી હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

 જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ કબ્જામાં લઈ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો.

પોલીસે વધુ તપાસ શરુ કરી

હાલ જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. મોતના સાચા કારણો જાણવા પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.


આ પણ વાંચો-----    Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું