calendar_todaySeptember 9, 2026
Jambusar: કારેલીથી નીકળેલી કાવડયાત્રામાં 500થી વધુ શિવ ભક્તો જોડાયા
જંબુસર તાલુકાના કારેલી ગામેથી કંબોઈ ખાતે આવેલા પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રાનો ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જય ભવાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાવડયાત્રા માં 500થી વધુ શિવભક્તો જોડાયા હતા. મોટી સંખ્યામાં કાવડિયાઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.
કાવડયાત્રામાં શિવભક્તો એ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ડીજેના તાલે વાગતા ભક્તિ સંગીત વચ્ચે કાવડિયાઓએ હાથમાં કાવડ ધારણ કરી કારેલીથી કંબોઈ તરફ્ પ્રસ્થાન કર્યું હતું. માર્ગમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.કાવડયાત્રા કંબોઈ ખાતે પહોંચ્યા બાદ શિવભક્તો દ્વારા પવિત્ર સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગંગાજળ અર્પણ કરી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન શિવના દર્શન કરી પરિવાર અને સમાજની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો