calendar_todayMay 12, 2026
Jammu kashmirના મદરેસામાં લાગી ભીષણ આગ, 12 વર્ષના બાળકનું મોત
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભીષણ આગ લાગી ઘટના સામે આવી છે.ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, અનંતનાગના કોર્ટ રોડ (court road) પર આવેલા ફૈઝાન બાબા હૈદર ઋષિ દારૂલ ઉલૂમમાં આગ લાગી હતી, જેમાં 3 છોકરાઓ (children) દાઝી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોમાંથી એક બિલાલ અહેમદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને કારણની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, કોર્ટ રોડ પર આવેલી મદરેસામાં આ આગ લાગી હતી. આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ ગાઢ નિંદ્રામાં હતા. આગ ઝડપથી મદરેસમાં ફેલાઈ ગઈ હતી.
12 ચૂનાના પથ્થરના બ્લોકની હરાજી થશે
બીજા સમાચારમાં, સરકાર આજે જમ્મુ અને કાશ્મીરમાં 12 ચૂનાના પથ્થરના બ્લોકની હરાજી કરશે. આ હરાજી કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાણકામ ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો માર્ગ મોકળો કરશે. "ખાણ મંત્રાલય 12 મે 2026ના રોજ શ્રીનગરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂનાના પથ્થરના બ્લોકની હરાજીનો બીજો તબક્કો શરૂ કરી રહ્યું છે," એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
પહેલીવાર 7 ચૂનાના પથ્થરના બ્લોકની હરાજી કરવામાં આવી
આ બીજા તબક્કા હેઠળ, ખાણ મંત્રાલય, જમ્મુ અને કાશ્મીર સરકાર સાથે મળીને, 12 ચૂનાના પથ્થરના બ્લોકની હરાજી કરી રહ્યું છે. આ બ્લોક અનંતનાગ, રાજૌરી અને પૂંચ જિલ્લામાં સ્થિત છે અને તેમાં નવા ઓળખાયેલા બ્લોક અને બીજી વખત ફરીથી હરાજી કરવામાં આવી રહેલા બ્લોક બંનેનો સમાવેશ થાય છે. હરાજી શ્રીનગરમાં શરૂ થશે અને આ સંસાધનો સિમેન્ટ, બાંધકામ અને માળખાગત સુવિધાઓ જેવા મુખ્ય ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે અને તે પ્રદેશમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે. ગયા વર્ષે, જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર સાત ચૂનાના પથ્થરના બ્લોકની હરાજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - NEET UG PaPer Leak 2026: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ