android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jammu Kashmirમાં 14 પર્યટન સ્થળ ફરીથી ખુલશે, ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ લીધો નિર્ણય

calendar_todayFebruary 16, 2026

Jammu Kashmirમાં 14 પર્યટન સ્થળ ફરીથી ખુલશે, ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ લીધો નિર્ણય

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સોમવારે (16 ફેબ્રુઆરી) જમ્મુ અને કાશ્મીરના 14 પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સાવચેતીના પગલા તરીકે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.

વર્તમાન પરિસ્થિતિ અંગે પરામર્શ પછી નિર્ણય લેવાયો

LGના કાર્યાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય વ્યાપક સુરક્ષા સમીક્ષા અને વર્તમાન પરિસ્થિતિ અંગે પરામર્શ પછી લેવામાં આવ્યો છે. LGએ જણાવ્યું હતું કે, "સંપૂર્ણ સુરક્ષા સમીક્ષા અને ચર્ચા પછી, મેં કાશ્મીર અને જમ્મુ વિભાગમાં વધુ પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે સાવચેતીના પગલા તરીકે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા."

કાશ્મીર વિભાગના 11 પર્યટન સ્થળો

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે કાશ્મીર વિભાગના 11 પર્યટન સ્થળો - યુસમર્ગ, દૂધપથરી, કોકરનાગમાં દાંડીપુરા પાર્ક, શોપિયામાં પીર કી ગલી, દુબજાન અને પદપાવન, શ્રીનગરમાં અસ્તાનપોરા, ટ્યૂલિપ ગાર્ડન, થજવાસ ગ્લેશિયર, ગાંદરબલમાં હંગ પાર્ક અને બારામુલ્લામાં વુલર અને વાટલાબને તાત્કાલિક ફરીથી ખોલવામાં આવશે.

જમ્મુ વિભાગના 3 પર્યટન સ્થળો

જમ્મુ વિભાગના ત્રણ પર્યટન સ્થળો - રિયાસીમાં દેવી પિંડી, રામબનમાં મહુ મંગત અને કિશ્તવાડમાં મુઘલ મેદાન પણ તાત્કાલિક અસરથી ફરી ખુલશે. તેમણે કહ્યું કે કાશ્મીર વિભાગના ત્રણ સ્થળો - ગુરેઝ, અથવાટુ અને બંગુસ - અને જમ્મુ વિભાગના એક સ્થળ - રામબનમાં રામકુંડ - બરફ પીગળ્યા પછી ફરી ખુલશે.

કુલ પ્રવાસન સ્થળોની સંખ્યા વધીને 26 થઈ

આ સાથે કામચલાઉ બંધ કર્યા પછી ફરી ખુલેલા પ્રવાસન સ્થળોની કુલ સંખ્યા 26 થઈ ગઈ છે. અગાઉ, ગયા વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ ઉપરાજ્યપાલે 12 પ્રવાસન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો. હકીકતમાં, ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઉપરાજ્યપાલ વહીવટીતંત્રે જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 50 પ્રવાસન સ્થળો બંધ કરી દીધા હતા. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટનાએ સમગ્ર દેશને આઘાત આપ્યો હતો.

આ પણ વાંચો : Haryana : ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ