calendar_todayJanuary 27, 2026
Jammu Kashmir Accident: ઉધમપુરમાં બસનો અકસ્માત, જવાન સહિત 4ના મોત
જમ્મુ કાશ્મીરના નેશનલ હાઇવે પર ઉધમપુરના ખૈરી વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જેમાં એક સીઆરપીએફ જવાનનો પણ સમાવેશ થાય છે. સીઆરપીએફ જવાન રજા હોવાથી પોતાના ઘરે જઇ રહ્યો હતો અને બસ માં સવાર થઇને ઉધમપુરની તરફ આવી રહ્યો હતો. ત્યારે જ ખૈરી વિસ્તારમાં બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ ગંભીર માર્ગ અકસ્માતમાં જવાન સહિત અન્ય 3 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.