android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jammu Kashmir News: દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગની ઘટનાથી દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડું, યાત્રીઓ ફસાયા

calendar_todayMarch 16, 2026

Jammu Kashmir News: દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગની ઘટનાથી દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડું, યાત્રીઓ ફસાયા


ફ્લાઇટે સવારે 9-55 કલાકે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાનું હતુ.

વિદ્યાર્થીઓને પરત લાવવાનું કામ

જમ્મૂ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે આ ફ્લાઇટ મોડી પડવા અંગે માહિતી આપી હતી. ડ્રોન સાથે જોડાયેલી એક ઘટનાના કારણે એરપોર્ટ પરિસરની અંદર એક ફ્યૂલ ટેન્કમાં આગ લગાવાઇ હતી. દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન અલર્ટ બાદ દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડુ થયુ છે. ફ્લાઇટમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત 80 યાત્રીઓ ફસાયા છે. આ માહિતી જમ્મૂ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે આપી છે. આ સંઘ ભારત સરકાર સાથે મળીને વિદ્યાર્થીઓને પરત લાવવાનું કામ કરે છે.

એરપોર્ટ પર ફ્યૂલ ટેંકમાં લાગી આગ

આ વચ્ચે દિલ્હી માટે તેની આગામી ઉડાનમાં ત્યારે મોડુ થયુ જ્યારે ડ્રોન સાથે જોડાયેલી એક ઘટના સામે આવી હતી. એરપોર્ટ પરિસરની અંદર ફ્યૂલ ટેંકમાં આગ લાગી હતી. જેના કારણે કેટલાયે ફ્લાઇટ ઓપરેશનને થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા. અને તેમા અવરોધ આવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, ફ્લાઇટે સવારે 9-55 કલાકે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાનું હતુ. પરંતુ ફ્લાઇટસ હજુપણ દુબઇમાં જ છે.

JKSAના રાષ્ટ્રીય સંયોજકે શું આપી પ્રતિક્રિયા ?

JKSAના રાષ્ટ્રીય સંયોજક ખુએહામીએ કહ્યુ હતુ કે, એરપોર્ટ પર સુરક્ષાની પરિસ્થિતિ અને ઓપરેશનમાં આવેલા અવરોધના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ્દ કરાઇ છે. દિલ્હી જનાર કનેક્ટિંગ ફ્લાઇટમાં હજુપણ મોડુ થઇ શકે છે. કમર્શિયલ ફ્લાઇટથી લગભગ 70 ભારતીય વિદ્યાર્થી અને કેટલાયે તીર્થયાત્રી સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા છે. જમ્મૂ-કાશ્મીર વિદ્યાર્થી સંઘે અગાઉ વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ ઇરાનમાં ભારતીયો માટે નવી એડવાઇઝરી, સરહદ પાર કરવાનું ટાળવા માટે કડક સલાહ