android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jamnagar : 1993ના મુંબઈ બ્લાસ્ટમાં વપરાયેલ RDX કેસ, 12 આરોપીઓને 5 વર્ષની સખત કેદ, દાઉદ સહિત 15 ભાગેડુ જાહેર

calendar_todayMay 4, 2026

Jamnagar : 1993ના મુંબઈ બ્લાસ્ટમાં વપરાયેલ RDX કેસ, 12 આરોપીઓને 5 વર્ષની સખત કેદ, દાઉદ સહિત 15 ભાગેડુ જાહેર

ભારતના ઇતિહાસમાં સૌથી ભયાનક ગણાતા 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના તાર જ્યાંથી જોડાયેલા હતા, તેવા પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા (TADA) કોર્ટે આજે અત્યંત મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. 33 વર્ષની લાંબી કાનૂની લડત બાદ કોર્ટે આ કેસના 12 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.


33 વર્ષનો લાંબો ઈન્તજાર


વર્ષ 1993માં પોરબંદરના ગોસાબારા કિનારે મોટા પ્રમાણમાં RDX અને ઘાતક હથિયારો ઉતારવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ મુંબઈ બ્લાસ્ટમાં થયો હોવાનું સામે આવ્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસમાં 10 જેટલા IPS અધિકારીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. કુલ 46 આરોપીઓ સામે આ કેસ ચાલતો હતો


આરોપીઓને સજા


આ કેસના 12 આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા થઈ છે તથા 11 આરોપીઓના કેસ દરમિયાન મૃત્યુ થયા છે. ઉપરાંત 6 આરોપીઓને અગાઉ કોર્ટે ડિસ્ચાર્જ કર્યા હતા. દાઉદ ઈબ્રાહીમ સહિત 15 આરોપીઓ હજુ પણ પોલીસ ચોપડે ભાગેડુ જાહેર છે.


દાઉદના કનેક્શન અને રાષ્ટ્રવિરોધી ષડયંત્ર


આ કેસમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ શેખ અને તેના સાગરીતોની સીધી સંડોવણી હતી. જામનગરની સ્પેશિયલ ડેસિગ્નેટેડ કોર્ટના આ ચુકાદાથી દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં સામેલ તત્વોને મોટો સંદેશ મળ્યો છે. ભલે ચુકાદો આવતા ત્રણ દાયકાથી વધુ સમય લાગ્યો, પરંતુ ન્યાયતંત્રએ રાષ્ટ્રવિરોધી કૃત્યમાં સામેલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.