android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jamnagar: ગુરુદ્વારા ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ઉભેલી બસમાં ઘુસી, હચમચાવતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

calendar_todayJanuary 19, 2026

Jamnagar: ગુરુદ્વારા ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ઉભેલી બસમાં ઘુસી, હચમચાવતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

શહેરના વ્યસ્ત ગણાતા ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ પર પાર્ક કરેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ પાછળ પૂરઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે.

પાર્ક કરેલી બસ પાછળ કાર અથડાઈ

મળતી વિગતો અનુસાર, ગુરુદ્વારા ચોકડી પાસે આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસ નજીક રસ્તાની સાઈડમાં એક લક્ઝરી બસ પાર્ક કરેલી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી જ બસના પાછળના ભાગે ઘુસી ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.

એક વ્યક્તિનો આબાદ બચાવ

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જે સમયે આ અકસ્માત થયો, તે સમયે રસ્તા પર અવરજવર ચાલુ હતી. અકસ્માત જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક ટક્કર છતાં કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જોકે, કારને મોટું નુકસાન થયું છે અને તેનો આગળનો હિસ્સો લોખંડના કટકા જેવો થઈ ગયો છે.

આ પણ વાંચો:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કારમાંથી 14.60 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ