calendar_todayJanuary 29, 2026
Jamnagar : પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો, બે એસઆરપીએફ કોન્સ્ટેબલે RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ નોંધાઇ
જામનગરમાં 23 જાન્યુઆરીના રોજ યોજાયેલી પોલીસ ભરતી બોર્ડની પરીક્ષામાં ગોટાળાની ઘટના સામે આવી છે. જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડમાં બનેલી ઘટનાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા માટે લાગુ કરાયેલા RFID ચિપ સાથે ચકાસણી દરમિયાન ટેકનિકલ એનાલિસિસ દ્વારા એ બહાર આવ્યું કે, કેટલાક ઉમેદવારોએ પોતાની જગ્યાએ અન્ય વ્યક્તિને પરીક્ષા આપી દેવામાં આવી હતી.
બે એસઆરપીએફ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઇ
આ મામલે SRPF કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ જાડેજા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે તપાસ શરુ કરી
RFID લગાવેલ ચિપ સાથે પોતે પરીક્ષા આપવાને બદલે અન્યને ચિપ લગાવી હોવાનું ટેકનિકલ એનાલિસિસ બાદ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ મામલે બંને જવાનો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો---- Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું