android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jet Fuel Prices: જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો, એરલાઇન્સ કંપનીઓ અને પેસેન્જર્સને ઝટકો

calendar_todayApril 1, 2026

Jet Fuel Prices: જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો, એરલાઇન્સ કંપનીઓ અને પેસેન્જર્સને ઝટકો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય સંઘર્ષની સીધી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. ભારત સરકારે નોન-શિડ્યુલ્ડ અને ચાર્ટર ફ્લાઇટ્સ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.

સ્થાનિક એરલાઇન્સ માટે સ્થિતિ

શરૂઆતમાં ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર ભાવ વધારાને લઈને થોડી અસ્પષ્ટતા હતી પરંતુ બાદમાં એરલાઇન્સ અને ઇન્ડિયન ઓઇલ બંનેએ સ્પષ્ટતા કરી છે કે આ નવા અને વધેલા દરો અત્યારે માત્ર નોન-શિડ્યુલ્ડ અને ચાર્ટર ફ્લાઇટ્સ માટે જ લાગુ પડશે. શેડ્યુલ્ડ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (નિયમિત સ્થાનિક ઉડાણો) માટેના ભાવમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મેટ્રો શહેરોમાં ભાવની સ્થિતિ (પ્રતિ કિલોલીટર)

1 એપ્રિલથી અમલી બનેલા નવા દરો મુજબ, મુખ્ય શહેરોમાં જેટ ફ્યુઅલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે:

શહેર માર્ચના ભાવ (₹) 1 એપ્રિલથી નવા ભાવ (₹)
દિલ્હી 96,638 207,341.22
કોલકાતા 99,587.14 205,955.33 
ચેન્નાઈ 100,280.49 214,597.66
મુંબઈ 90,451.87 194,968.67

મુંબઈમાં ભાવ અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ સૌથી ઓછા નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં થયેલા વધારા બાદ સ્થાનિક ફ્લાઇટ્સ માટેનો ભાવ પહેલેથી જ ₹1,00,000 ની સપાટી વટાવી ચૂક્યો હતો.

પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 2001થી ATFના ભાવ અંકુશમુક્ત છે અને તે આંતરરાષ્ટ્રીય માર્કેટના આધારે દર મહિને બદલાય છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાને કારણે અને વૈશ્વિક ઉર્જા સંકટને લીધે 1 એપ્રિલે ભાવમાં 100% થી વધુ વધારાની શક્યતા હતી.

મુસાફરોને રાહત આપવા માટેના પ્રયાસો

હવાઈ મુસાફરી સામાન્ય જનતા માટે પોષણક્ષમ રહે તે હેતુથી, પેટ્રોલિયમ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંયુક્ત નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે મોટો ઉછાળો હોય, પરંતુ ડોમેસ્ટિક એરલાઇન્સ માટે માત્ર 25% (આશરે ₹15 પ્રતિ લિટર) જેટલો જ આંશિક વધારો લાગુ કરવામાં આવ્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ફ્લાઇટ્સ માટે એરલાઇન્સે વૈશ્વિક બજાર મુજબની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?