android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jetpurના મેવાસા ગામે ખેતરમાં લાગી આગ, 12 વીઘામાં તૈયાર ઘઉંનો પાક બળીને થયો ખાખ

calendar_todayMarch 7, 2026

Jetpurના મેવાસા ગામે ખેતરમાં લાગી આગ, 12 વીઘામાં તૈયાર ઘઉંનો પાક બળીને થયો ખાખ

જેતપુર તાલુકાના મેવાસા ગામે આજે એક ખેડૂત માટે કાળો દિવસ સાબિત થયો છે. ખેતરમાં તૈયાર થયેલો અને લણણી માટે ઊભેલો ઘઉંનો પાક આખેઆખો આગની લપેટમાં આવી ગયો હતો. આ આગ કોઈ કુદરતી કારણસર નહીં, પરંતુ ખેતરની બાજુમાં આવેલા વીજળીના ટ્રાન્સફોર્મરમાં થયેલા જોરદાર ધડાકાના કારણે લાગી હતી. ખેતરની બાજુમાં રહેલા વીજ ડીપીમાં અચાનક ધડાકા સાથે સ્પાર્ક થયો હતો. આ ધડાકાને કારણે વીજ લાઈનમાંથી નીકળેલા તણખલા સૂકા ઘઉંના પાક પર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં આગ લાગી

જોતજોતામાં 12 વીઘા જમીનમાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ ગયા હતા. ખેડૂતનો ઘઉંનો પાક એકદમ તૈયાર હતો અને ટૂંક સમયમાં જ તેની લણણી (કાપણી) થવાની હતી. આ દુર્ઘટનામાં અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસની મહેનત બાદ જ્યારે વળતર મળવાનો સમય આવ્યો, ત્યારે જ આ અકસ્માતે ખેડૂતની કમર તોડી નાખી છે.

લણણી માટે ઊભેલો ઘઉંનો પાક બળી ગયો

ઘટનાની જાણ થતા જ PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ખેડૂતોમાં રોષ છે કે વીજ કંપનીની જાળવણીના અભાવે આવી ઘટનાઓ બને છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને વીજ કંપની આ નુકસાનગ્રસ્ત ખેડૂતને કેટલું વળતર ચૂકવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો