calendar_todayJanuary 8, 2026
Jetpur ના પાંચપીપળા ગામે 20 વર્ષીય પરિણીતાનો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરુ
જેતપુરમાં ખુશી વિવેકભાઈ પરમાર નામની 20 વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.
મૃતકના પતિ તે સમયે બહાર પાન ખાવા ગયા હતા
મૃતકના પતિ તે સમયે બહાર પાન ખાવા ગયા હતા અને મહિલા ઘરમાં એકલા હતી. આ દરમિયાન તેણીએ આ ચિંતાજનક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મૃતકના મૃતદેહને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃત્યુના કારણો અંગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો---- Kheda: કઠલાલમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યારાઓની શોધખોળ શરુ