android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jhagadiya: પાળેલું કૂતરું કરડતાં થયેલા ઝઘડામાં એક મહિલા સહિત બે સામે ફરિયાદ

calendar_todayJanuary 4, 2026

Jhagadiya: પાળેલું કૂતરું કરડતાં થયેલા ઝઘડામાં એક મહિલા સહિત બે સામે ફરિયાદ

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે પાળેલો શ્વાન કરડતા તેને બાંધવાનું કહેતા થયેલ ઝઘડામાં મામલો પોલીસ સુધી પહોંચતા એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.

માલજીપુરા ગામે રહેતા પદમાબેન વસાવાનું પાળેલું કુતરૂ ગત તા.1 લીના રોજ ગામની ઉર્મીલાબેન નામની મહિલાને કરડયું હતું. ઉર્મિલાબેન ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ધારોલી સરકારી દવાખાને લઇ જવાયા હતા. તા.3 જીના રોજ ઉર્મીલાબેને બપોરના બે વાગ્યાના અરસામાં પદમાબેનને કહેલ કે તમારૂં કુતરૂ બાંધી રાખો અથવા અહિંયાથી હટાવી દો. જેથી પદમાબેન દલપતભાઇ વસાવા અને નિલેશભાઇ દલપતભાઇ વસાવાએ ઉર્મીલાબેન સાથે ઝઘડો કર્યો હતો.તે લોકોએ ગાળો દઇને ઉર્મીલાબેન સાથે ઝપાઝપી કરી હતી,તેમજ નિલેશભાઇએ મારી નાંખવાની ધમકી આપી હતી.ઘટના સંદર્ભે બન્ને આરોપી સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો