android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે

calendar_todayJanuary 3, 2026

Junagadh: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે

જૂનાગઢ અને આસપાસના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન GMERS જનરલ હોસ્પિટલ (સિવિલ) ના આધુનિકીકરણ માટે મોટા નિર્ણયો લેવાયા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલના 13 ઓપરેશન થિયેટરને (OT) વૈશ્વિક સ્તરના ‘મોડ્યુલર’ થિયેટરમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે.

GMERS જનરલ હોસ્પિટલમાં આધુનિકીકરણ માટે નિર્ણયો

બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હોસ્પિટલના તમામ 13 ઓપરેશન થિયેટરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.  મોડ્યુલર OT ની ખાસિયત એ છે કે ત્યાં ચેપ (Infection) લાગવાનું જોખમ નહિવત થઈ જાય છે. અત્યાધુનિક મશીનરી અને સિસ્ટમને કારણે જટિલ ઓપરેશનો વધુ ચોકસાઈથી થઈ શકશે, જેનાથી રિકવરી ઝડપી આવશે. હાલ 2 ઓપરેશન થિયેટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જ્યારે બાકીના OT ને તબક્કાવાર રીતે અપગ્રેડ કરવામાં આવશે.

તબીબી વિદ્યાર્થીઓ માટે પણ ડિજિટલ લર્નિંગ

આ સુવિધા માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ હોસ્પિટલમાં અભ્યાસ કરતા UG અને PG તબીબી વિદ્યાર્થીઓ માટે પણ માઈલસ્ટોન સાબિત થશે. વિદ્યાર્થીઓ આધુનિક સિસ્ટમ દ્વારા જટિલ ઓપરેશનની પ્રક્રિયાઓને લાઈવ જોઈ શકશે, જે તેમના પ્રેક્ટિકલ શિક્ષણમાં ખૂબ મદદરૂપ થશે.

ધારાસભ્યની કડક સૂચના

સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ અને PIU ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કેબાકી રહેલી નિર્માણ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવી.હોસ્પિટલનું વાતાવરણ દર્દીઓ અને સ્ટાફ બંને માટે કાર્યક્ષમ હોવું જોઈએ.સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ હાલાકી પડવી જોઈએ નહીં.

આ પણ વાંચો: પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર, 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ, 13,591 જગ્યાઓ માટે જંગ જામશે