android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh : ભાઈઓમાં ભૂદેવે 14 લાડુ, બહેનોમાં 15 વર્ષીય બાળાએ 9 લાડુ આરોગ્યા

calendar_todaySeptember 14, 2026

Junagadh : ભાઈઓમાં ભૂદેવે 14 લાડુ, બહેનોમાં 15 વર્ષીય બાળાએ 9 લાડુ આરોગ્યા

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બરસાના વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરે એક રસપ્રદ મોદક (લાડુ) ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધાર્મિક ઉત્સવની સાથે લોકોના મનોરંજન માટે યોજાયેલી આ મોદક સ્પર્ધામાં વિવિધ ઉંમરના આશરે 60 જેટલા ભાઈ-બહેનો તથા બાળકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મોદક (લાડુ) ખાવાની આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ બે વિભાગ રાખવામાં આવ્યા હતા. સ્પર્ધકો માટે 100 ગ્રામ વજનના લાડુ સાથે દાળની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્પર્ધાના પરિણામોમાં ભાઈઓના વિભાગમાં રસિકભાઈ પંડયાએ સૌથી વધુ 14 લાડુ આરોગીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે બહેનોના વિભાગમાં 15 વર્ષની બાળા નેવ્યા સેંગરે 9 લાડુ ખાઈને આ સ્પર્ધામાં મેદાન માર્યું હતું અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો