android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh: કાળવાચોકમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું, 8 હજાર લિટર જથ્થો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાશે

calendar_todayMarch 15, 2026

Junagadh: કાળવાચોકમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું, 8 હજાર લિટર જથ્થો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાશે

જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં આજે વહેલી સવારે હડકંપ મચી ગયો હતો. બાતમીના આધારે એક શંકાસ્પદ દૂધના ટેન્કરને અટકાવ્યું હતું. આ ટેન્કરમાં અંદાજે 8,000 લિટર દૂધનો જથ્થો હોવાનું સામે આવ્યું છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયું હતું.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

ટેન્કર અટકાવ્યા બાદ તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક કાળવાચોક પહોંચી ગયો હતો અને ટેન્કરને કબ્જે કરીને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. આ દૂધ લેરીયા ગામની 'કનૈયા ડેરી' માંથી આવતું હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

આરોગ્ય વિભાગને જાણ કરાઈ

દૂધમાં કોઈ ભેળસેળ છે કે કેમ તે જાણવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. 8 હજાર લિટર દૂધના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જો રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો ડેરી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Rajkot: પારડી ગામે ચુલા રિપેરિંગની આડમાં ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, 116 સિલિન્ડર સાથે બેની ધરપકડ