android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadhમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, માંગરોળમાં 9 ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટક્યું

calendar_todayFebruary 21, 2026

Junagadhમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, માંગરોળમાં 9 ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટક્યું

જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખાણો પર કાર્યવાહી કરવામાં આવી છે.

9 ગેરકાયદેસર ખાણો પર તંત્ર ત્રાટક્યું

માંગરોળમાં જુનાગઢ અને રાજકોટની ટીમના સંયુક્ત દરોડામાં કુલ 9 ગેરકાયદેસર ખાણો પર તંત્ર ત્રાટક્યું હતું જેથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો

33 ચકરડી સહિત અનેક વાહનો જપ્ત કરવામાં આવ્યા

ઓપરેશન દરમિયાન 33 ચકરડી સહિત અનેક વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને બે ટ્રક અને ત્રણ ટ્રેક્ટર ઝડપાઈ ગયા છે.

ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ

 આ દરોડામાં જમીન અને ખનીજ ચોરી સાથે સંકળાયેલા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કરોડોની ખનીજ ચોરી સામે તંત્ર સખ્ત કાર્યવાહી કરી રહ્યું છે.


આ પણ વાંચો-----      Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો