calendar_todayMay 11, 2026
Junagadh: કચરાના ઢગલામાં લાગેલી આગે વાહનોને લીધા ઝપેટમાં,JCB અને ડમ્પર બળીને ખાખ
જૂનાગઢ શહેરની ડમ્પિંગ સાઈટ પર આજે ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં સાઈટ પર કામ કરી રહેલા કિંમતી મશીનો આગની ઝપેટમાં આવી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે.
જૂનાગઢ ડમ્પિંગ સાઈટમાં ભયાનક આગ
જૂનાગઢની ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પવન અને જ્વલનશીલ કચરાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ત્યાં કામગીરીમાં જોડાયેલું એક JCB મશીન અને એક ડમ્પર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. બંને વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડની કામગીરી
આગની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા અંદાજે 12 હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: Himatnagar: ખેડાવાડામાં ખેતરે જઈ રહેલા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા મોત, ગામમાં અરેરાટી