android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh News : જૂનાગઢમાં 2 બાળકના મોત, વાડીમાં રમતા-રમતા ટાંકીમાં પડતા બની ઘટના

calendar_todayMarch 28, 2026

Junagadh News : જૂનાગઢમાં 2 બાળકના મોત, વાડીમાં રમતા-રમતા ટાંકીમાં પડતા બની ઘટના

જૂનાગઢમાં 2 બાળકના મોત થયા છે, અને પાજોદ, હસનાપુરમાં બે બાળકો ડૂબ્યા છે, તો બાળકોને સારવાર મળે તે પહેલા જ મોત થયું છે, વાડીમાં રમતા રમતા ટાંકીમાં પડ્યા હતા બાળકો તો લોકોએ બાળકોને બહાર કાઢયા પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલા જ મોત થયું છે, પાણીના કુંડામાં પડયા હતા બે બાળકો.

બાળકોના મોતને લઇ પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લામાં બે ગંભીર ઘટનાઓ સામે આવી છે જેમાં ​પાજોદ અને હસનાપુરમાં બાળકો પાણીના કુંડમાં ડૂબી જતા તેમના મોત થયા છે, ​વાડીમાં રમતા-રમતા બાળકો ટાંકીમાં પડયા હતા અને બે વર્ષના બે બાળકોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે, ઉનાળાના સમયે પાણીના હોજમાં વાડીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્નાન કરતા હોય છે, ત્યારે પણ આવી ઘટના બને છે, બંને અલગ-અલગ ઘટનામાં પોલીસ તપાસ શરૂ કરી છે.

બે અલગ-અલગ જગ્યાએ બાળકોના મોત

તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં પોલીસે વાડીમાં રહેલા લોકોના નિવેદન નોંધ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.


આ પણ વાંચો : Gujarat BJP : વર્ષ 2024-25માં ગુજરાત ભાજપને 308 કરોડ ચૂંટણીદાનમાં મળ્યા, કોંગ્રેસને 69.60 લાખ અને AAPને 10.10 લાખનું દાન મળ્યું