android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh News: કેશોદના પાણખાણ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, દેશી દારૂની 4 ભઠ્ઠીઓ ઝડપાઈ

calendar_todayJuly 28, 2026

Junagadh News: કેશોદના પાણખાણ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, દેશી દારૂની 4 ભઠ્ઠીઓ ઝડપાઈ

જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. કેશોદ તાલુકાના પાણખાણ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા દેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર SMC ની આ સરપ્રાઈઝ રેડના કારણે સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

4 દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ, 2 આરોપીઓની અટકાયત

પોલીસ દરોડા દરમિયાન પાણખાણ ગામના સીમ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની 4 ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી છે. દરોડા સમયે SMC ની ટીમે ઘટનાસ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ, દારૂ બનાવવાનો લિક્વિડ આથો, સાધન-સામગ્રી તેમજ વાહનો મળીને કુલ રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

કેશોદ પોલીસે હાથ ધરી આગળની તપાસ

દરોડા બાદ SMC ની ટીમે તમામ મુદ્દામાલ અને અટકાયત કરાયેલા બંને આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી અર્થે કેશોદ પોલીસ મથકે સોંપ્યા છે. કેશોદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂના આ કાળા કારોબારમાં સંકળાયેલા અન્ય અન્ય ફરાર આરોપીઓ અને મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો