calendar_todayJanuary 17, 2026
Junagadh News : જૂનાગઢમાં AAPની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે હાથધરી તપાસ
જૂનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એક શખ્સ ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે.
જૂતું ફેંકનાર શખ્સને કાર્યકરોએ ઝડપી લીધો
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.
માળિયાહાટીનામાં ગોપાલ ઈટાલિયા સભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન ઘટના બની
ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવે છે, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી છે, અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે.
માળીયાહાટીના ભાજપમાં ભડકો
ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બચુ સિસોદિયા આપમાં જોડાયા અને અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી છેડો ફાડ્યો છે, જવાહર ચાવડા સાથે બેઠક બાદ આપ્યું હતું રાજીનામું અને માળિયા હાટીના ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે, ખેડૂતો સાથે થતા અન્યાયનો વિરોધ નોંધાવી રાજીનામું આપ્યું છે, બચુભાઈના સમગ્ર પરિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો અને નારાજ ભાજપ કાર્યકરોને આપમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો :Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુગાર શહેર બન્યું