android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh News : CM ભૂપેન્દ્ર પટેલે સાસણમાં સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત

calendar_todayJanuary 29, 2026

Junagadh News : CM ભૂપેન્દ્ર પટેલે સાસણમાં સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત

મુખ્યમંત્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રીએ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા. એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું.

મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળ્યા

લોકોના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાનની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે અને સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગીતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ-બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી. પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી.

મુખ્યમંત્રીએ બજારમાં લોકો સાથે ચા પીધી

સાસણના બજારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ, વેપારીઓને સ્પર્શી ગઈ. મુખ્યમંત્રીએ સિંહસદનની બહાર નીકળી વેપારીઓ અને પ્રવાસીઓને મળ્યા હતા. તેઓએ સ્થાનિક નાગરિકોના ખબર-અંતર પૂછી સ્થાનિક લોકો સાથે ચા પીને શુભકામના પાઠવી હતી.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને The Secretariatના સંયુક્ત ઉપક્રમે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવનું આયોજન