android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh-Rajkot હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 3 વ્યક્તિઓ થયા ઈજાગ્રસ્ત

calendar_todayApril 20, 2026

Junagadh-Rajkot હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 3 વ્યક્તિઓ થયા ઈજાગ્રસ્ત

જૂનાગઢ–રાજકોટ હાઈવે પર આવેલા જેતલસર ચોકડી નજીક શનિવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ઈકો કાર, અર્ટિગા કાર અને એક ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતના સમગ્ર દ્રશ્ય સ્પષ્ટ રીતે જોવા મળે છે.

અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા

મળતી માહિતી મુજબ, હાઈવે પર ત્રણેય વાહનો એકસાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતાં ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય વાહનોને નુકસાન થયું હતું અને સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ શરૂ કરાઈ

ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને હાઈવે પર જામ થયેલો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. લાંબા સમય સુધી વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો, પરંતુ પોલીસની કામગીરી બાદ સ્થિતિ સામાન્ય બની હતી. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ વધારે સ્પીડ અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોય શકે છે. સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર સલામત ડ્રાઈવિંગની જરૂરિયાતને ઉજાગર કરી છે. સ્થાનિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : ધંધુકામાં યુવકના હત્યા કેસમાં પકડાયેલા બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર