calendar_todaySeptember 12, 2026
Junagdh:મેંદરડામાં ગ્રા.પં.ની ડ્રાઇવઃ ત્રિકોણીયા બગીચાની દુકાનો સીલ, કરોડોની સરકારી જમીન દબાણમુક્ત
મેંદરડા ગ્રામ પંચાયતે સરકારી મિલકતો પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા દબાણકારો સામે લાલ આંખ કરી છે. ગામના જાણીતા ક્કત્રિકોણીયા બગીચાક્ર વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ઊભી કરાયેલી ગેરકાયદે દુકાનોને સીલ મારીને પંચાયતે તેનો પ્રત્યક્ષ કબજો મેળવી લીધો છે.
આ મિલકત પચાવી પાડવા માટે દબાણકારો દ્વારા જિલ્લા કલેક્ટર, મહેસૂલ વિભાગ અને સિવિલ કોર્ટમાં અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ, રેગ્યુલર દીવાની કેસ (નં. 11/2011 અને 56/2013) તેમજ અપીલ (નં. 20/2025) માં માંગવામાં આવેલા તમામ વચગાળાના મનાઈ હુકમો (સ્ટે) અદાલતે ફ્ગાવી દીધા હતા. વર્તમાનમાં આ જગ્યા પર કોઈ જ સ્ટેટસ-ક્વો અસ્તિત્વમાં ન હોવાથી પંચાયતે આખરી કાર્યવાહી કરી હતી.
દસ્તાવેજી પુરાવા, સનદ (નં. 1233 થી 1238) અને પ્રોપર્ટી કાર્ડ મુજબ આ જમીન સંપૂર્ણપણે મેંદરડા ગ્રામ પંચાયતની માલિકીની છે. ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત દબાણકારોને ગત તા. 18/08/2026ના રોજ જગ્યા ખાલી કરવા લીગલ નોટિસ અપાઈ હતી. મુદત વીતવા છતાં જગ્યા ખાલી ન થતાં પંચાયતના વહીવટી તંત્રે સ્થળ પર જઈને દુકાનો સીલ કરી દીધી છે.સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા કડક જાહેર ચેતવણી આપવામાં આવી છે કે આ મિલકત હવે સીધી પંચાયતના તાબામાં છે. કોઈપણ વ્યક્તિએ સત્તાવાર મંજૂરી વિના અહીંપ્રવેશ કરવો નહીં, અન્યથા કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો