calendar_todayFebruary 5, 2026
K-culture : સોશિયલ મીડિયામાં ચેતવણી ! કે-કલ્ચર બાળકો માટે ‘સાયલન્ટ કિલર’ બની શકે છે?
ભારતમાં હવે સોશિયલ મીડિયા એટલું પ્રભાવશાળી બની ગયું છે કે આજની નવી પેઢી તેના આધારે જ પોતાની વિચારધારા અને જીવનશૈલી ઘડવા લાગી છે. મોબાઇલ સ્ક્રીન પર દેખાતી રીલ્સ અને વીડિયો હવે ફક્ત સમય પસાર કરવાનો સાધન નથી રહ્યા, પરંતુ ઘણા બાળકો માટે તે જ તેમની દુનિયા બની ગઈ છે. આવા સમયમાં જો કોઈ ટ્રેન્ડ સૌથી વધારે ચર્ચામાં છે, તો તે છે K-કલ્ચર — જે હવે માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ બાળકોના મન, ઓળખ અને ભાવનાત્મક જોડાણ પર ઊંડો પ્રભાવ પાડવા લાગ્યું છે. તેવું સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં શું જણાવવામાં આવ્યું ?
સોશિયલ મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે કે કે-કલ્ચર, કે-ડ્રામા અને કોરિયન લાઇફસ્ટાઇલનો વધતો ક્રેઝ બાળકોના માનસ પર ઊંડો પ્રભાવ પાડી રહ્યો છે. ખાસ કરીને ટીનએજ બાળકો માટે આ ચમકતી દુનિયા હવે ફક્ત મનોરંજન નહીં, પરંતુ એક અલગ જ “વર્ચ્યુઅલ વાસ્તવિકતા” બની ગઈ છે.
વાસ્તવિક દુનિયાથી દૂર
ઇન્સ્ટાગ્રામ રીલ્સ, શોર્ટ વીડિયો અને કોરિયન મ્યુઝિકમાં બતાવાતું પરફેક્ટ જીવન — સ્વચ્છ રસ્તા, સુંદર લોકો, હંમેશા ખુશ દેખાતા ચહેરા — બાળકોને ધીમે ધીમે પોતાની જ વાસ્તવિક દુનિયાથી દૂર ખેંચી લે છે. સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બાળકો આ દુનિયાને પોતાની ઓળખ બનાવી લે છે, ત્યારે હકીકત સ્વીકારવી તેમના માટે મુશ્કેલ બની જાય છે.
ગાઝિયાબાદમાં બનેલી ઘટના
ગાઝિયાબાદમાં બનેલી ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ્સમાં લખાયું છે કે ત્રણ સગીર બહેનો કોરિયન કલ્ચરથી એટલી ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ હતી કે તેઓ પોતાને ભારતીય માનવા તૈયાર નહોતી. કહેવાય છે કે તેમના માટે મોબાઇલ ફોન માત્ર એક ડિવાઇસ નહીં, પરંતુ તેમની કલ્પિત દુનિયાનો દરવાજો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે જ્યારે માતાપિતાએ ફોન છીનવી લીધા, ત્યારે બાળકોને એવું લાગ્યું કે તેમની આખી દુનિયા તૂટી ગઈ. આ ઘટના બતાવે છે કે સમસ્યા ફોનમાં નથી, પરંતુ ફોનની અંદર બનેલી ખોટી વાસ્તવિકતામાં છે.
એક મહત્વનો પ્રશ્ન
અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે — શું ખરેખર કે-કલ્ચર ખતરનાક છે? ઘણા લોકો માને છે કે કોઈપણ સંસ્કૃતિ ખરાબ નથી. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે બાળક પોતાની ઓળખ, પરિવાર અને આસપાસની દુનિયાથી કટ થઈ જાય છે. સોશિયલ મીડિયામાં બતાવાતું જીવન હંમેશા એડિટેડ અને અધૂરું સત્ય હોય છે, પરંતુ બાળકો તેને સંપૂર્ણ સત્ય માની લે છે. કોવિડ પછી બાળકો ઘરમાં બંધ રહ્યા, શાળાઓ બંધ હતી, મિત્રો સાથે મળવાનું ઓછું થયું. આવા સમયમાં મોબાઇલ અને ઓનલાઈન દુનિયા જ તેમનો સાથ બની ગઈ હતી. સોશિયલ મીડિયામાં કહેવાય છે કે જો આ ડિજિટલ દુનિયાને સમયસર સમજવામાં ન આવે, તો તે “સાયલન્ટ કિલર” બની શકે છે. તેવો દાવો સોશિયલ મીડિયાના અનેક અહેવાલોમાં કરવામાં આવ્યો છે.
માતાપિતા અને શિક્ષકો માટે એક મોટો સંકેત
નિષ્ણાતો માને છે કે ,આ ઘટના માતાપિતા અને શિક્ષકો માટે એક મોટો સંકેત છે. બાળકોના હાથમાંથી ફોન ખેંચી લેવાને બદલે, તેમની સાથે વાત કરવી જરૂરી છે. તેઓ શું જોઈ રહ્યા છે, શું વિચારી રહ્યા છે, અને કેમ આ દુનિયા તેમને આકર્ષે છે — આ સમજવું સૌથી જરૂરી છે.
આ પણ વાંચો : Grok AI : ચેતવણીઓ છતાં મસ્કનું ગ્રોક AI અશ્લીલ છબીઓ બનાવે ! અહેવાલોમાં મોટો ખુલાસો