android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kachchh News: નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ DGPએ દત્તક લીધું, પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરી

calendar_todayFebruary 23, 2026

Kachchh News: નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ DGPએ દત્તક લીધું, પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરી

કચ્છ જિલ્લામાં ડીજીપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડાએ દત્તક લીધું છે. તેમણે આ પોલીસ સ્ટેશન માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે. તેમણે BSF, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, IB સાથે હાઈ લેવલ બેઠક કરી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં.

NCORD બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય

કચ્છમાં રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લીધું હતું. તેમણે આ પોલીસ સ્ટેશન માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી હતી. ડ્રગ્સ અને ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાશે. જખૌ દરિયાકાંઠે સુરક્ષા જવાનો સાથે સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદે થતી રહેતી હલચલ રોકવા માટે સરવેલન્સ વધારવામાં આવશે.


આ પણ વાંચોઃ Gandhinagar News: સાપનું ઝેર જ સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડશે, જાણો કેવી રીતે તૈયાર થશે એન્ટિવેનમ