android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kachchh: સફેદ રણ અને આસપાસના વિસ્તારો ખાનગી વાહનો માટે Restricted Zone જાહેર

calendar_todayJanuary 2, 2026

Kachchh: સફેદ રણ અને આસપાસના વિસ્તારો ખાનગી વાહનો માટે Restricted Zone જાહેર

કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે.રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતાં હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ ૫ડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય ૫રિસ્થિતિને નુકશાન થાય છે.

ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ

આ ૫રિસ્થિતિના નિવારણ માટે અને સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, ૫ર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે ''Restricted Zone'' તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે.કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં આવેલા ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં

આ હુકમ/જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/ઈમરજન્સી મેડીકલ સર્વિસીસ સંલગ્ન વાહનો, ૫રવાનગી આ૫વામાં આવેલા હોય તેવી બસો અને પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ/સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને મુક્તિ આપવામાં આવશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચોઃ Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર