android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kalol: શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા સમૂહ યજ્ઞોપવીત ધારણ કરાઈ

calendar_todayAugust 28, 2026

Kalol: શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા સમૂહ યજ્ઞોપવીત ધારણ કરાઈ

કાલોલ : કાલોલ ખાતે આવેલ પવિત્ર શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્થાનિક ભૂદેવો દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો એક ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે નવીન યજ્ઞોપવીત ધારણ કરી હતી. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે બ્રહ્મસમાજ દ્વારા સામાજિક સંવેદના અને માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. નેપાળમાં સર્જાયેલી ભયંકર કુદરતી હોનારતમાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોના આત્માની શાંતિ માટે વિશેષ શાંતિપાઠ યોજાયા હતાં. ઉપસ્થિત સર્વે ભૂદેવોએ અને ભક્તોએ સાથે મળીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સફ્ળ આયોજનમાં રિતેશભાઈ પંડયા, શૈલેષભાઈ જાની અને દીપકભાઈ જાની વિશેષ સહયોગ રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો