android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kashi Express ટ્રેનમાં બોમ્બ હોવાની મળી જાણકારી, મઉમાં ટ્રેનને ખાલી કરીને પોલીસે તપાસ શરૂ કરી

calendar_todayJanuary 6, 2026

Kashi Express ટ્રેનમાં બોમ્બ હોવાની મળી જાણકારી, મઉમાં ટ્રેનને ખાલી કરીને પોલીસે તપાસ શરૂ કરી

મઉ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર સવારે ભારે અફરાતફરી મચી ગઈ, જ્યાં પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યા ફોન દ્વારા આ સૂચના મળી કે ગોરખપુરથી મુંબઈ જઈ રહેલી કાશી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. ટ્રેન મઉ રેલવે સ્ટેશન પર પહોંચી, તે પહેલા જ મઉના એસપી સહિત ભારે પોલીસ દળ, જીઆરપી, આરપીએફની ટીમ દ્વારા પ્લેટફોર્મ પર હાજર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા.

પ્લેટફોર્મ નંબર 1 પર જ એક લાવારિસ બેગ દેખાઈ

આ સાથે જ ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી, ત્યારે પોલીસ દ્વારા માઈકથી જાહેરાત કરવામાં આવી કે ટ્રેનમાં બેઠેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર ટ્રેનની તપાસ કરવામાં આવી. જો કે તપાસ દરમિયાન ટ્રેનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પણ પ્લેટફોર્મ નંબર 1 પર જ એક લાવારિસ બેગ દેખાઈ, જેને પોલીસે મોટી લાકડીથી પ્લેટફોર્મની બહાર કાઢી. ત્યારબાદ બોમ્બ સ્કવોર્ડે તેમની તપાસ કરી પણ તેમાં કંઈ મળ્યું થી.

અજાણ્યા ફોન બાદ અફરાતફરી મચી

આ સમગ્ર મામલે મઉના એસપીએ જણાવ્યું કે સવારે 9.30 વાગ્યે કંટ્રોલ રૂમને એક અજાણ્યો ફોન આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે ગોરખપુરથી મુંબઈ જનારી કાશી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ છે. સૂચના મળતા જ મઉ પોલીસની સમગ્ર ટીમ, જીઆરપી, આરપીએફ સહિતની ટીમને તૈયાર કરવામાં આવી, જેવી ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યાંથી પબ્લિક અને મુસાફરોને સુરક્ષિત રીતે દૂર હટાવી દેવામાં આવ્યા.

તમામ ટ્રેનના ડબ્બાનું ચેકિંગ કરવામાં આવ્યું

ત્યારબાદ સંયુક્ત ટીમ દ્વારા તમામ ટ્રેનના ડબ્બાનું ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ સામે આવી નથી. હાલમાં અમે તપાસ કરી રહ્યા છે અને સાથે જ જે અજાણ્યો ફોન આવ્યો હતો, તેના વિશે પણ જાણકારી મેળવી રહ્યા છીએ. એસપીએ કહ્યું કે આ ઈન્ટરનેટ કોલ લાગી રહ્યો છે, અમારી સર્વિલાન્સ ટીમ તેની પર કામ કરી રહી છે.  

આ પણ વાંચો: UP Draft Voter List 2026: કપાયા 2 કરોડથી વધુ નામ, જાણો ક્યાં શહેરમાંથી કેટલા નામ