android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kaushhambi Firecracker Factory Blast : ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં ફટાકડા ફેકટરીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોત

calendar_todayAugust 31, 2026

Kaushhambi Firecracker Factory Blast : ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં ફટાકડા ફેકટરીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોત

કૌશામ્બી-પ્રયાગરાજ સીમા પર આવેલા મનૌરી બજારમાં સોમવારે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં પાંચથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બ્લાસ્ટની અસર 3 કિલોમીટર સુધી અનુભવાઈ

મળતી માહિતી અનુસાર, પિંપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસાહતથી થોડે દૂર એક મકાનમાં ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. સોમવારે બપોરે આશરે 12 વાગ્યે અચાનક આગ લાગી હતી. ત્યારબાદ ફેક્ટરીમાં રાખવામાં આવેલા ફટાકડામાં સતત વિસ્ફોટ થવા લાગ્યા હતા. ધડાકાની અસર લગભગ ત્રણ કિલોમીટર દૂર સુધી અનુભવાઈ હતી.

અનેક મકાનોના કાચ તૂટી ગયા

વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીની આસપાસ આવેલા 15થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. અનેક મકાનોના કાચ તૂટી ગયા હતા. ઈંટો અને કાટમાળ આશરે 250 મીટર દૂર આવેલા રેલવે પુલ સુધી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. મકાનોના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી

ઘટનાની જાણ થતાં પ્રયાગરાજ અને કૌશામ્બી જિલ્લાના પોલીસ તથા વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રયાગરાજના એડીજી, આઈજી, ડીઆઈજી અને એડિશનલ પોલીસ કમિશનર ઉપરાંત કૌશામ્બીના ડીએમ અને એસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા. બે પોલીસ સ્ટેશનની ફોર્સ સાથે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

કાટમાળ હટાવવા માટે જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે દાઝેલા લોકોને પ્રયાગરાજની એસઆરએન હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ સાથે કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો : Goa નાઈટક્લબ અગ્નિકાંડમાં લૂથરા બ્રધર્સને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન રદ અને બે અઠવાડિયામાં કરવું પડશે સરેન્ડર