calendar_todayMay 14, 2026
Kerala New CM: વી.ડી સતીશન હશે કેરલમના નવા મુખ્યમંત્રી, કોંગ્રેસે કરી જાહેરાત
કેરળના મુખ્યમંત્રીની પસંદગી અંગેનો સસ્પેન્સ પૂર્ણ થઇ ગયો છે. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેરલમના નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. વી.ડી. સતીસન કેરળના આગામી મુખ્યમંત્રી બનશે. આનો અર્થ એ થાય કે કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલને રેસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
વી.ડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી
ગુરુવારે જ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરતા પહેલા પાર્ટીના ટોચના નેતાઓ સાથે અંતિમ પરામર્શ કર્યો હતો. ખડગે સાથેની ચર્ચામાં એઆઈસીસીના પ્રભારી મહાસચિવ દીપા દાસમુન્શી અને બે વરિષ્ઠ નિરીક્ષકો - અજય માકન અને મુકુલ વાસનિક સામેલ હતા. આ ત્રણેય નેતાઓએ તાજેતરમાં જ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે તેમની પસંદગીઓ જાણવા માટે વાતચીત કરી હતી.
બુધવારે સાંજે મળી હતી કોંગ્રેસની બેઠક
કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થયા હતા. જોકે, 11 દિવસ પછી પણ કોંગ્રેસે હજુ સુધી તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ નક્કી કર્યું નથી. બુધવારે સાંજે રાહુલ ગાંધીએ ખડગે સાથે 30 મિનિટની મુલાકાત કરી હતી, જેમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, રાહુલે ગુરુવારે સવારે AICC મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. આજે મોડી રાત્રે કેરળ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ યોજાવાની છે.