calendar_todayMarch 29, 2026
Khambha: ત્રંબકપુર ગામમાં શિકારની પાછળ દોડતાં સિંહનું કૂવામાં પડી જતા મોત
ધારીના દલખાણીયા રેન્જ નીચેના ત્રંબકપુર ગામે ખેડૂતના વાડીના ખુલ્લા કુવામાં શિકાર પાછળ દોટ મુકતા સિંહ કુવામાં ખાબક્યો હતો ડૂબી જવાથી મોત થયુ હતુ. બાદ વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો.
ધારી ગીર પૂર્વ નીચેના દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડ નીચેના હીરાવા બીટમાં આવેલ ત્રંબકપુર ગામે વિનુભાઈ ગોંડલીયાની વાડીના ખુલ્લા કૂવામાં જંગલી ભૂંડ પાછળ શિકાર અર્થે ડોટ મુકતા સિંહ કુવામાં ખાબકયો હતો ત્યારે સ્થાનિક ખેડૂત દ્વારા સિંહ કુવામાં પડયો હોવાની જાણ થતા ધારી ગીર પૂર્વના ડીસીએફ્ના માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેંજના આર એફ ઓફ્ની સૂચનાથી વન વિભાગનો સ્ટાફ્ ઘટના સ્થળે પહોંચી સિંહના મૃતદેહને કૂવામાંથી રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો.
બાદ સિંહના મૃતદેહને પીએમ અર્થ ખસેડવામાં આવ્યો હતો. ગીરના રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખેડૂતોને ખુલ્લા કુવાની ફરતે પાળા બાંધવામાં માટે 8 થી 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને વન વિભાગ દ્વારા પણ આવા ખુલ્લા કુવાની ફરતે પાળા બાંધી આપવામાં આવે છે અને વન વિભાગ દ્વારા મોટી સંખ્યામાં ખુલ્લા કુવાઓ બાંધી આપવામાં આવ્યા છે ત્યારે હજુ પણ ગિરના રેવન્યુ વિસ્તારમાં બહોળી સંખ્યામાં ખુલ્લા કુવાઓ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અનેકવાર જંગલી પશુઓ કુવામાં પડતા હોવા છતા હજુ નક્કર કામગીરી કરાતી નથી.જેનો ભોગ હજુ પણ સિંહ દીપડા સહિત વન્ય પ્રાણીઓ બની રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો