calendar_todayOctober 12, 2026
Kheda : કઠલાલમાં ગ્રામહાટનું ઉદઘાટન કરાયું
કઠલાલ : કઠલાલમાં સખી બહેનોની કલા, કૌશલ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનોની કલા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રોત્સાહન આપી તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ બસ સ્ટેશન ખાતે નવનિર્મિત ગ્રામ હાટનું ઉદઘાટન ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેશ ઝાલા, કઠલાલ શહેર અને તાલુકા ના ભાજપ ના હોદ્દેદારો પાલિકા સભ્યો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો