android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda: 1.22 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર

calendar_todayJanuary 3, 2026

Kheda: 1.22 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર 1.22 લાખ હેકટરના આંકડાને આંબી ગયું છે. ખેડૂતો દ્વારા ઘઉં, તમાકુ સ્ સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોટાભાગના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વાવેતરનું કામપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ હાલ તા. 2 જાન્યુઆરી સુધીમાં જિલ્લામાં 53 હજાર હેકટરમાં ઘઉં અને 31 હજાર હેકટર તમાકુ સહિત અન્ય પાકોનું વાવેતર થઇ ચુક્યું છે.જિલ્લામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 20155 હેકટર અને સૌથી ઓછુ ગળતેશ્વર તાલુકામાં 6310 હેકટરમાં વાવેતર નોંધાયું છે. આગામી 15 જાન્યુઆરી સુધીમાં વાવેતરનો આંક 1.75લાખ ઉપરાંત પહોંચશે. તેવી શકયતા છે,

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદ અને ત્યારબાદ કેનાલ તેમજ કૂવાઓના જળસ્તર જળવાઇ રહેતા શિયાળુ સિઝનનું વાવેતર વેગવંતુ બન્યું છે. જિલ્લામાં દેવદિવાળી બાદ ખેડૂતો ખેતરમાં રવિ પાકના વાવેતરમાં જોતરાયા હતા. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સમગ્ર જિલ્લામાં શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતો દ્વારા 122213 લાખ હેકટર ઉપરાંત વાવેતર કરી દેવામાં આવ્યું છે.ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખેડૂતોએ રોકડિયા પાક તમાકુના વાવેતરને વધુ પ્રાથમિકતા આપી છે. સિઝનમાં ઘઉંનું 53218 હેકટર, મકાઇ 187 ,ચણા 1744, રાઇ 2021, તમાકુ 31423 હેકટર , જીરૂ 94, સવા 120, વરિયાળી 673, બટાકા 4972, શાકભાજી 14079, ઘાસચારો 12291 સહિત અન્ય પાકનું વાવેતર મળીને કુલ 122213 હેકટરમાં વાવેતર આંબી ગયું છે. ખેડૂતો દ્વારા તા. 15 જાન્યુઆરી સુધી વાવેતર કરવામાં આવનાર છે. જેથી સિઝનમાં પોણા બે લાખ ઉપરાંત વાવેતરનો આંક પહોંચે તેવી શકયતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો