android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda: તા. પંચાયતની ચૂંટણી માટે 18 બેઠકો જાહેર

calendar_todayMarch 11, 2026

Kheda: તા. પંચાયતની ચૂંટણી માટે 18 બેઠકો જાહેર

ખેડા જિલ્લામાં આગામી સમયમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજય ચૂંટણી પંચે તાલુકા પંચાયતોની બેઠકોની યાદી જાહેર કરાઈ છે.જેને પગલે ચૂંટણી લડનાર ઈચ્છુકો તેમની તૈયારીઓમાં લાગી ગયા હોય તેમ જોવા મળે છે.રાજય ચૂટણી પંચે ખેડા જીલ્લાની તાલુકા પંચાયતોમાં બેઠકોની ફાળવણી જાહેર કરી છે.પંચાયતની ચૂંટણીની બેઠકો જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે.

ખેડા તાલુકા પંચાયતમાં મહીલાઓ માટે કુલ 9 બેઠકો અનામાત છે.જેમાં સામાન્ય મહીલા બિન અનામતમાં પ,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહીલાઓ માટે 2 બેઠક,તથા અનુસુચિત જન જાતિની મહીલા માટે 1 અને અનુસુચિત જાતિની મહીલા માટે 1 બેઠક થઈને કુલ 9 બેઠકો મહીલાઓને ફાળવણી કરાઈ છે.જયારે પુરુષો માટે કુલ 9 બેઠોકની ફાળવણી છે.જેમાં અનુસુચિત જાતિમાં 1,સામાજિક શૈક્ષણિક રીતે પછાતામા 3 અને સામાન્ય બિન અનામત પુરુષ પ થઈને કુલ 9 બેઠકોની પુરુષોને ફાળવણી કરાઈ છે.

મહીલા બેઠકોમા સામાન્ય સ્ત્રીમાં બીડજ,ઘરોડા,ગોબલેજ, રઢુ -2 અને વાસણા બુર્ઝગ બેઠકનો સમાવેશ થાય છે.જયારે વાવડી અનુસુચીત જાતિની મહીલા અને નાયકા બેઠક માટે અનુસુચિત જનજાતિ મહીલા બેઠક ફાળવણી કરાઈ છે.કલોલી અને કનેરા બેઠક સામાજીક અને શૈક્ષણિક વર્ગની મહીલા બેઠકની ફાળવણી જાહેર કરી છે.પુરુષોમાં બિનઅનામત સામાન્યમાં હરિયાળા,પરસાંતજ,રઢૂ-1,સમાદરા અને સાંખેજનો સમાવેશ થાય છે.જયારે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતમાં મહીજ,ખુમરવાડ, અને નવાગામનો સમાવેશ થાય છે.અને લાલી બેઠક અનુસુચિત જાતિ માટે જાહેર કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો