android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda: માતર, મહેમદાવાદમાંથી 500થી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયાં

calendar_todayApril 7, 2026

Kheda: માતર, મહેમદાવાદમાંથી 500થી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયાં

નડિયાદ ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે માતર અને મહેમદાવાદ તાલુકાના 500 જેટલા સક્રિય કોંગ્રેસના કાર્યકરોએ પંજો છોડીને કમળનો સાથ પકડયો છે. તા. 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે આ પક્ષ પલટાએ પંથકના રાજકારણમાં ભૂકંપ સર્જયો છે. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે ભાજપના સ્થાપના દિવસ નિમિતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ,મહેમદાવાદ તાલુકા પંચાયત પૂર્વ સભ્ય ઘોડાસરના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પરબતસિંહ ડાભી સહિત કોંગ્રેસના પાયાના 50 કાર્યકરો નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવીને વિધિવત ભાજપમાં જોડાયા હતા.ભાજપના પ્રમુખ નયનાબેન પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત આગેવાનોએ કોંગ્રેસના તમામ કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસના છાવણીમાં સોપો પડી ગયો હતો. આ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ ગાથામાં વિશ્વાસ વ્યકત કર્યો હતો.

રાજકિય વિશ્લેષણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે 50 કાર્યકરોનું ભાજપમાં ભળવું એક માત્ર આંકડો નથી.પરંતુ એક મનોવૈજ્ઞાનિક જીત છે. મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પકડ નબળી પડી હોવાના સંકતો આ ઘટના પરથી મળી રહ્યા છે. નવા જોડાયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસમાં કાયકરોની અવગણના અને નેતૃત્વના અભાવના કારણે અમો ભાજપનો સાથ લેવાનો નિર્ણય કર્યો છે.જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપની નીતિ અને રાષ્ટ્રવાદથી પ્રેરાઇને લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. મહેમદાવાદમાં હવે વિપક્ષ જેવુ કંઇ બાકી રહ્યું નથી. બીજીબાજુ કોંગ્રેસે આ મામલે મૌન સેવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam