android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda: BRC આંકલાવ ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

calendar_todayMay 5, 2026

Kheda: BRC આંકલાવ ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

ઉમરેઠ : બી.આર.સી આંકલાવ ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં તાલુકાની તમામ શાળામાંથી વિકલાંગ બાળકો તેમજ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ બાળકો તથા પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવાનું આવ્યું. ઉપસ્થિત બાળકોને સાંઈ શ્રુતિ ટ્રસ્ટ આણંદ દ્વારા શૈક્ષણિક કીટ, તેમજ ધી વ્હાઈટ પેજ વડોદરા દ્વારા સ્ટીલની પાણીની બોટલ તેમજ ખડોલ(હ) માંથી નિવૃત થયેલ શિક્ષિકા બેન સૂર્યાબેન પટેલ હાલ યુએસએ દ્વારા બાળકોને લંચ બૉક્સ તથા કાર્યક્મમાં હાજર તમામને તિથિ ભોજન આપવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ગુજરાત ગૌરવગાનથી કરી રાજ્યની સ્થાપનાનો મહિમા રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.જે.સોલંકી તથા મદદનીશ કેળવણી નિરીક્ષક મહેશભાઈ પ્રજાપતિ તથા બીઆરસી કો-ઓર્ડીનેટર આઈ.કે.પ્રજાપતિ તથા સાંઈ શ્રુતિ ટ્રસ્ટ આણંદમાંથી શ્યામભાઈ વ્યાસ, તાલુકા માસ્તર તથા પે.સેન્ટર શાળાના આચાર્ય, બ્લોક સ્ટાફ્ તેમજ મુખ્ય શિક્ષકો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો