android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda News: રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1,000 કામદારો હડતાલ પર ઉતર્યા

calendar_todayJanuary 21, 2026

Kheda News: રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1,000 કામદારો હડતાલ પર ઉતર્યા

પ્રખ્યાત 'રિયલ નમકીન' બ્રાન્ડ ધરાવતી કંપની લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ મેનેજમેન્ટ સામે મોરચો ખોલ્યો છે. કંપનીના આશરે 1,000 જેટલા કામદારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સામૂહિક હડતાલને કારણે કંપનીનું તમામ પ્રોડક્શન અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.

વેતન અને સુવિધાઓમાં અન્યાયનો આક્ષેપ

હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય રોષ વેતનની અસમાનતાને લઈને છે. કામદારોનો આક્ષેપ છે કે, જેઓ છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યા છે તેમને અને નવા જોડાયેલા કર્મચારીઓને એકસરખું વેતન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, મશીનોની સ્પીડ નિયત 85 થી વધારીને 100 કરી દેવામાં આવી છે, જેના કારણે કામદારો પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. સુરક્ષાના સાધનોના અભાવે પણ કામદારોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

કામદારોની માંગણીઓ

  • નાઈટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓએ માટે કેન્ટીનની સુવિધા આપવામાં આવે
  • વર્ષોથી કામ કરતા કામદારોને કાયમી કરવામાં આવે.
  • કોન્ટ્રાક્ટ લેબર સિસ્ટમ બંધ કરી કંપની પે-રોલ પર લેવામાં આવે.
  • ઇન્સ્યોરન્સ, PF અને શ્રમ કાયદા મુજબના તમામ કાયદેસર લાભો મળે.
  • પગારમાં વ્યાજબી વધારો અને પૂરતી રજાઓ આપવામાં આવે.

હાલમાં 1,000 કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે. કામદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામ શરૂ કરવામાં આવશે નહીં.


આ પણ વાંચો - Kheda News: પોલીસ કર્મીએ યુવતી પર આચર્યું અનેકવાર દુષ્કર્મ