android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda News: માતરમાં ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર પોલીસ ત્રાટકી, 16 જુગારીયાઓની ધરપકડ

calendar_todayApril 5, 2026

Kheda News: માતરમાં ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર પોલીસ ત્રાટકી, 16 જુગારીયાઓની ધરપકડ

ખેડાના માતરમાં ધારાસભ્યનો ભત્રીજો જુગારધામ ચલાવતા પકડાયો છે. તેના જુગાર ધામ પર એસએમસીના દરોડા પાડ્યા હતાં. ભલાડા ગામે ખેતરમાં જુગાર રમતા 16 જુગારી પકડાયા છે. ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગાર ધામ ચલાવતો હતો. પોલીસે કુલ 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેતરમાંથી 16 જુગારી જુગાર રમતા ઝડપાયા

ખેડા જિલ્લાના માતરમાં ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો રાજેશ ઉર્ફે લાલો પરમાર જુગારનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ વિજિલન્સ પોલીસે ભલાડા ગામમાં ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડીને 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા નજીક ખુલ્લા ખેતરમાંથી 16 જુગારી જુગાર રમતા ઝડપાયા હતાં. મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર બહારથી લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હતો.

લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધાયો

માતરના ધારાસભ્યના ગામમાં જ સ્ટેટ વિજિલન્સના દરોડાથી રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની બાબત છે કે આ રાજેશ ઉર્ફે લાલો સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો છે. એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે બીજી બાજુ ધારાસભ્યનો ભત્રીજો ખુદ જુગારનો અડ્ડો ચલાવતો હોવાની ખબર બહાર આવતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે. પોલીસે જુગાર રમતા 16 આરોપીઓને ઝડપ્યા જેમની પાસેથી 3.20 લાખ રોકડા તેમજ અન્ય વાહનો મળી કુલ 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gold Price Today : સોનાના ભાવમાં એક અઠવાડિયામાં વધારો, ચાંદી પણ મોંઘી થઈ! જાણો આજના લેટેસ્ટ ભાવ