calendar_todayFebruary 4, 2026
Kheda News : ખેડાના મહેમદાવાદના રુદણ ગામે ધાર્મિક સંસ્થાના વહીવટને લઈ જૂથ અથડામણ, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
જૂથ અથડામણમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ગામની ભાગોળમાં બનેલી ઘટના CCTVમાં કેદ થઈ છે, મસ્જિદ, મદરેસા અને દરગાહના વહિવટને લઈ આ માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે બંને પક્ષે 17 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.
ઝઘડાની અદાવતમાં મારામારી કરાઈ !
મહેમદાવાદના રૂદણ ગામે 15 દિવસ અગાઉ ઉર્સનો મેળો યોજાયો હતો અને દરગાહનો વહિવટ કરતા લોકો બેન્ડ લાવ્યા અને કવાલીનો શો કર્યો હતો તેની અદાવત રાખીને આ હુમલો કર્યો હતો અને ઝઘડાની અદાવત રાખી સબ્બીરમીયાના મોટા બાપા મહેબુબ સાથે મૂસ્તુફામીયા અને સફીમીયાએ ઝઘડો કરતા યુવક ત્યાં ગયો હતો. તે સમયે મૂસ્તુફામીયા સહિત સાત શખ્સો સશ્ત્ર હથિયારો લઇ આવી મહેબુબમીયા અને અસ્ફાકમીયા અપશબ્દો બોલી તુ મોટો વહીવટદાર થઇ ગયો છે, ઉર્સ વખતે અમારી સાથે કેમ ઝધડો કરવા આવ્યો હતો કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો
સમગ્ર મામલે પોલીસે સામસામે ગુનો નોંધ્યો છે અને રાયોટીંગનો ગુનો નોંધ્યો છે, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.