android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khedbrahma: ઘાટી ડુંગરના જંગલમાંથી 15 વર્ષના કિશોરનું કંકાલ મળતા ખળભળાટ, પુસ્તકો અને કપડાં પરથી ભેદ ઉકેલવા પોલીસની કવાયત

calendar_todayApril 9, 2026

Khedbrahma: ઘાટી ડુંગરના જંગલમાંથી 15 વર્ષના કિશોરનું કંકાલ મળતા ખળભળાટ, પુસ્તકો અને કપડાં પરથી ભેદ ઉકેલવા પોલીસની કવાયત

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાકા ઘાટી ડુંગરના જંગલ વિસ્તારમાંથી એક 15 વર્ષના કિશોરનું કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે. જંગલમાંથી માનવ કંકાલની સાથે શાળાના પુસ્તકો અને કપડાં પણ મળી આવ્યા છે, જે આ ઘટના પાછળ કોઈ ગૂઢ રહસ્ય હોવાના સંકેત આપી રહ્યા છે.

કંકાલ પાસે મળ્યા પુસ્તકો અને કપડાં

ઘટનાની વિગતો મુજબ, જંગલ વિસ્તારમાં એક માનવ કંકાલ હોવાની જાણ થતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. પોલીસ તપાસમાં કંકાલની નજીકથી બાળકના કપડાં પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. જેના પરથી અનુમાન લગાવાય છે કે મૃતક કિશોર વિદ્યાર્થી હોવો જોઈએ. આ પુરાવાઓના આધારે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાંથી કોઈ બાળક કે વિદ્યાર્થી ગુમ થયો છે કે કેમ?

પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી

ખેડબ્રહ્મા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. આ મામલો અત્યંત ગંભીર હોવાથીકંકાલને પોસ્ટમોર્ટમ (PM) અને વધુ તપાસ માટે હિંમતનગરની ફોરેન્સિક લેબ (FSL) માં મોકલી આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Botad: નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જૈન સમાજે ભાજપ પાસે વધુ ટિકિટોની માંગણી કરી